Home » Saurashtra » Latest News » Amreli » Amreli - અમરેલી શહેરનાં વોર્ડ નંબર- 1માં પ્રાથમિક સુવિધા આપવા માંગણી

અમરેલી શહેરનાં વોર્ડ નંબર- 1માં પ્રાથમિક સુવિધા આપવા માંગણી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:00 AM

Amreli News - સ્ટ્રીટલાઇટ, ગટર અને સફાઇ સહિતની સુવિધાનો અભાવ અંગે પાલિકાને રજુઆત

  • Amreli - અમરેલી શહેરનાં વોર્ડ નંબર- 1માં પ્રાથમિક સુવિધા આપવા માંગણી
    અમરેલી શહેરના વોર્ડ નંબર-1માં મોહરમનો તહેવાર આવે તે પહેલા ભૂર્ગભ ગટરના કામમાં નીકળેલા મોટા પથ્થર રોડ પરથી હટાવવા પાલિકા તંત્ર પાસે આ વિસ્તારના લોકોએ માંગ કરી છે.તેમજ રાત્રી દરમિયાન આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ચાલતી ન હોવાથી વહેલી તકે રીપેરીંગ કરવા માટે પણ પાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી છે. આ વિસ્તાર સમસ્યાથી ઘેરાયેલો હોય તેમ દરરોજ અહીયા તંત્ર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવતી નથી.

    શહેરના વોર્ડ નંબર 1માં રહેતા ગુલુભાઈ જુમાભાઈએ પાલિકાને રજુઆત કરતા જણાવ્યું કે, અમારા વિસ્તારમાં ભૂર્ગભ ગટરના કામ કરતી વખતે નીકળેલા માટીના મોટા પથ્થર રોડ પર પડયા છે. તેમજ આ વિસ્તારમાં દરરોજ સફાઈ ન થતી હોવાથી હાલ ગંદકીના ગંજ ખડકાય ગયા છે. અને રાત્રે સ્ટ્રીટ લાઈટ ચાલતી નથી. ત્યારે આગામી સમયમાં મોહરમનો તહેવાર નજીક આવી રહ્યો છે. જો આ વિસ્તારમાં આગામી સમયમાં આ તમામ કામગીરી નહી કરવામાં આવે તો અમારો મોહરમનો તહેવાર બગડી શકે છે. તેમજ આ વિસ્તારમાં સફાઈ થતી ન હોવાથી ભારે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી છે.

    અહીયા ભૂર્ગભ ગટરના કામ બાદ કોન્ટ્રાકટરે રોડ પરથી પથ્થર હટાવ્યા નથી. જેના કારણે રોડ પર ચાલતા નાના અને મોટા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગુલાભાઈએ પાલિકા તંત્રને રજુઆત કરતા જણાવ્યું કે મોહરમના તહેવાર પહેલા આ વિસ્તારમાંથી રોડ પર પથ્થર હટાવી માટી નાખો અને વહેલી તકે સફાઈ તેમજ સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ કરવા માંગ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ