વેલા તોડવાની ના પાડતા પુત્રએ પિતાને મારમાર્યો

વેલા તોડવાની ના પાડતા પુત્રએ પિતાને મારમાર્યો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:00 AM IST
સાવરકુંડલા તાબાના ગાધકડા ગામે કંટોલાના વેલા તોડવાની ના પાડતા પુત્રએ પિતાને કુહાડીના હાથા વડે મારમારી ઇજા પહોંચાડી તેમજ મકાન ખાલી કરી જતા રહેવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

પુત્રએ પિતા પર હુમલો કર્યાની આ ઘટના સાવરકુંડલાના ગાધકડા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરતા રાજુભાઇ ભીખાભાઇ મકવાણાના આગલા ઘરનો દિકરો આકાશ ઘર પાસે કંટોલાના વેલા તોડતો હોય ના પાડતા તેણે ઉશ્કેરાઇ જઇ કુહાડીના હાથા વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

આ ઉપરાંત ભીખાભાઇ ભીમાભાઇએ પાવડાના હાથા વડે મારમારી તેમજ મકાન ખાલી કરી જતા રહેવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

X
વેલા તોડવાની ના પાડતા પુત્રએ પિતાને મારમાર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી