તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી તાલુકાના બાબાપુ પાણીયા ગામે સાંતલી સિંચાઇ યોજના (ડેમ)

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી તાલુકાના બાબાપુ પાણીયા ગામે સાંતલી સિંચાઇ યોજના (ડેમ) સરકાર દ્વારા રૂપિયા 713.08 કરોડની યોજના ડેમ મંજુર કરવામા આવ્યો છે. કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વોટર કમીશનની મંજુરી પણ મળી ગઇ છે ત્યારે સંપાદનની કાર્યવાહી ઝડપી બનાવવા સાંતલી ડેમ વિકાસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે.

સાંતલી ડેમ વિકાસ સમિતિના પ્રમુખ શંભુભાઇ દેસાઇ દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે આ યોજના માટે હાલ જમીન સંપાદનની કાર્યવાહી જુનાગઢ ખાતેની વિભાગીય સંપાદન અધિકારીને સોંપવામા આવી છે. પરંતુ આ કચેરી ખાતે હાલ સંપાદન અધિકારીની જગ્યા ખાલી હોવાથી કામ આગળ ચાલતુ નથી. ત્યારે આ ફાઇલ અમરેલી નાયબ કલેકટર અથવા તો પ્રાંત અધિકારીને સોંપવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

વધુમા જણાવાયું હતુ કે આ યોજનાની કચેરી અમરેલી છે પરંતુ તેમા સ્ટાફ અપુરતો હોવાથી કામગીરી ધીમી ચાલે છે. આ સ્ટાફ પાસે સૌની યોજના ફેઝ-3ની પણ કામગીરી હોવાથી ધીમી ચાલે છે. સમગ્ર રાજયમા નર્મદાનુ પાણી સિંચાઇ માટે મળવાનુ છે. ફકત અમરેલી જિલ્લામા નર્મદાનુ પાણી સિંચાઇ માટે મળવાનુ નથી. ઉપરાંત આ ડેમ વિસ્તારમા સિંચાઇના પાણીની ખુબ જ અછત છે. ત્યારે આ યોજના કાર્યરત થાય તો અમરેલી અને લીલીયા તાલુકાના 30 ગામોને સિંચાઇના પાણીથી અને જમીનના તળ ઉંચા આવવાથી ખેતીના ઉત્પાદનમા ખુબ જ ફાયદો થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...