Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Amreli - અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખામા ફરજ બજાવતા એનએચએમ સ્ટાફ

અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખામા ફરજ બજાવતા એનએચએમ સ્ટાફ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:00 AM

અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખામા ફરજ બજાવતા એનએચએમ સ્ટાફ દ્વારા સ્થગિત રાખેલા પગાર વધારવા મુદ્દે આજરોજ...

  • Amreli - અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખામા ફરજ બજાવતા એનએચએમ સ્ટાફ

    અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખામા ફરજ બજાવતા એનએચએમ સ્ટાફ દ્વારા સ્થગિત રાખેલા પગાર વધારવા મુદ્દે આજરોજ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જઇ વિરોધ કર્યો હતો.

    એનએચએમ સ્ટાફના પગારમા સંદર્ભ પત્ર-1થી સિનીયોરીટી વાઇઝ લોયલ્ટી બોનસ સાથે પગારમા વધારો કરવામા આવેલ પરંતુ પછીના સંદર્ભ પત્ર અન્વયે અધિકારીઓ પાસેથી અભિપ્રાયો માંગેલ અને અભિપ્રાયો મોકલવા છતા સંદર્ભ પત્ર-3 મુજબ એનએચએમ સ્ટાફના આશાસ્પદ પગાર વધારો રોકી દેવામા આવ્યો હતો. યુનિયન દ્વારા અપાયેલ આવેદનપત્ર અને યુનિયન દ્વારા લેવાયેલ નિર્ણયને અનુલક્ષીને અમરેલી એનએચએમ સ્ટાફ દ્વારા સીડીએચઓ દ્વારા આવેદન અપાયુ હતુ. સ્ટેટ એનએચએમ યુનિયન દ્વારા તા. 7/9ના રોજ મીશન ડાયરેકટરની રૂબરૂ મુલાકાત દરમિયાન આશાસ્પદ પગાર વધારા સંદર્ભ કોઇ ચૌક્કસ સમય મર્યાદા અથવા બાંહેધરી ન અપાતા યુનિયન દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ આજરોજ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. ત્રણ દિવસમા કોઇ ઉકેલ નહી આવે તો આગામી તા. 13 થી અચૌક્કસ મુદ્દતની ગાંધી ચિંધ્યા રાહે હડતાલ પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારવામા આવી હતી. તસ્વીર- જયેશ લીંબાણી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending