• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli સાવરકુંડલા પાલિકાનાં કર્મચારી પર હુમલો કરી ધમકી આપતા રાવ

સાવરકુંડલા પાલિકાનાં કર્મચારી પર હુમલો કરી ધમકી આપતા રાવ

Amreli - સાવરકુંડલા પાલિકાનાં કર્મચારી પર હુમલો કરી ધમકી આપતા રાવ

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:00 AM IST
સાવરકુંડલા પાલિકા કચેરીમા ફરજ બજાવતા એક કર્મચારીને પાંચ શખ્સોએ ચેક બાબતે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ફરજમા રૂકાવટ કરતા તેમની સામે સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

પાલિકા કર્મચારી પર હુમલાની આ ઘટના સાવરકુંડલામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી પાલિકામા ફરજ બજાવતા સંજયભાઇ વિનુભાઇ ત્રિવેદી (ઉ.વ.42)ને મયુરભાઇ ખાચર તથા ચાર અજાણ્યા શખ્સો કચેરીમા આવી હાથસણી રોડ પરના કથા કન્સ્ટ્રકશનના કામનો ચેક કયારે આપશો ? તેમ કહ્યું હતુ. સંજયભાઇએ તેમને વેરીફિકેશન થઇ જશે એટલે તમોને જાણ કરીશ તેમ કહેતા આ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. આ શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સરકારી ફરજમા રૂકાવટ કરતા પાંચેય શખ્સો સામે સાવરકુંડલા શહેર પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે ઇન્ચાર્જ પીઆઇ પી.બી.ચાવડા તપાસ ચલાવી રહ્યાં છે.

દેરડીના યુવકને ગાળો આપી મારમાર્યો

લાઠી તાલુકાના જાનબાઇ દેરડી ગામે રહેતા રસીકભાઇ મનજીભાઇ સોલંકી (ઉ.વ.19) નામનો યુવક ગરબીનો સામાન સરખો કરતો હોય ત્યારે મહેશ શંભુ સોલંકી અને બચુ પોલા સોલંકી નામના શખ્સોએ તારાથી અમારી સામે જોવાય કેમ કહી ગાળો આપી મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી.

X
Amreli - સાવરકુંડલા પાલિકાનાં કર્મચારી પર હુમલો કરી ધમકી આપતા રાવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી