Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Amreli - વાહનોમાં લગાવેલા ગેરકાયદે મસમોટા હોર્ન દુર કરવા માંગ

વાહનોમાં લગાવેલા ગેરકાયદે મસમોટા હોર્ન દુર કરવા માંગ

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:00 AM

અમરેલી શહેરમા જાણે વાહન ચાલકોને કાયદાનો કોઇ ડર ન હોય તે રીતે નાના વાહનોથી લઇ કારમા મસમોટા ગેરકાયદે હોર્ન ફિટ...

  • Amreli - વાહનોમાં લગાવેલા ગેરકાયદે મસમોટા હોર્ન દુર કરવા માંગ
    અમરેલી શહેરમા જાણે વાહન ચાલકોને કાયદાનો કોઇ ડર ન હોય તે રીતે નાના વાહનોથી લઇ કારમા મસમોટા ગેરકાયદે હોર્ન ફિટ કરાવી અવાજનુ પ્રદુષણ ફેલાવવામા આવી રહ્યું હોય રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલબટાઉ અને રોમીયોગીરી કરતા યુવાનો બાઇકમા મસમોટા હોર્ન ફિટ કરાવી અવાજનુ બેફામ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે.

    શહેરમા આરટીઓ તેમજ ટ્રાફિક શાખા દ્વારા માર્ગો પર દોડતા ગેરકાયદે વાહનો સામે કડક કાર્યવાહી તો કરવામા આવે છે. પરંતુ પાછલા કેટલાક સમયથી નાના વાહન ચાલકો કે કારમા લોકો ગેરકાયદે મસમોટા હોર્ન ફિટ કરાવી અવાજનુ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે. જેના કારણે બજારોમાથી પસાર થતા રાહદારીઓને હાલાકી પડી રહી છે.

    બજારોમા અનેક યુવાનો બાઇકમા મસમોટા હોર્ન ફિટ કરાવી અવાજનુ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે. અગાઉ પોલીસ દ્વારા આવા ગેરકાયદે હોર્ન દુર કરવાની કામગીરી પણ કરાઇ હતી. જો કે ફરી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. સવારે અને સાંજના સુમારે શાકમાર્કેટ, ટાવર રોડ, હરિરોડ સહિતના વિસ્તારોમા આવા તત્વો અવાજનુ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે. ત્યારે વાહનોમાથી આવા હોર્ન દુર કરવામા આવે તે જરૂરી બન્યું છે. આ ઉપરાંત અનેક બાઇકોમા આંખ આંજી નાખે તેવી અવનવી લાઇટો પણ ગેરકાયદેસર ફિટ કરાવવામા આવી રહી હોય જેના કારણે અકસ્માત થવાની પણ ભિતી રહે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending