તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં જિલ્લા ફોટોગ્રાફર્સ એન્ડ વીડીયોગ્રાફર્સ એસોશીયેશન દ્વારા વલ્ડ ફોટોગ્રાફર્સ

અમરેલીમાં જિલ્લા ફોટોગ્રાફર્સ એન્ડ વીડીયોગ્રાફર્સ એસોશીયેશન દ્વારા વલ્ડ ફોટોગ્રાફર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં જિલ્લા ફોટોગ્રાફર્સ એન્ડ વીડીયોગ્રાફર્સ એસોશીયેશન દ્વારા વલ્ડ ફોટોગ્રાફર્સ ડેની આજે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે એક સેમીનારનુ આયોજન કરાયુ હતુ.

અમરેલી જિલ્લાના ફોટોગ્રાફર્સ તેમજ વીડીયોગ્રાફર્સની પ્રાથમિક સમસ્યા નિવારવા અને સંગઠન મજબુત કરવા અમરેલી જિલ્લા ફોટોગ્રાફર્સ એન્ડ વીડીયોગ્રાફર્સ એસોશીયેશન દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફર્સની ઉજવણીનો સેમીનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પડસાલાએ બેઝીક સેટીંગ, ફોટોગ્રાફીક, વીડીયોગ્રાફી, ફોટોગ્રાફીના પ્રકાર અને પધ્ધતી વિશે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. આ સેમીનારમાં પ્રિતેશભાઈ તન્ના, પંકજભાઈ , વસંતભાઈ, વિરાજભાઈ,ભરતભાઈ , અશોકભાઈ, રાજુભાઈ, અમીતભાઈ, વિરલભાઈ, વિશ્વાસભાઈ, અમિતભાઈ, તેમજ જિલ્લાના જુદા-જુદા તાલુકામાંથી પ્રતિનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા. પધારેલા મહેમાનોનું એસોશીયેશનનાં પ્રમુખ વસંતભાઈએ બધાનું સન્માન કર્યું હતું . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નરેશભાઈ કથિરીયા, તેમજ સમિતીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...