સાવરકુંડલાના છાપરી ગામની સગીરાનુ છ વર્ષ પહેલાં ગામમાંથી અપહરણ થયાની ફરિયાદ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. અપહરણની ફરિયાદ નોંધાતા અપહરણ કરનાર શખ્સ છેલ્લા છ વર્ષથી પોલીસને હાથ તાળી આપી નાસતો ફરતો હતો.જેને આજે અમરેલી જિલ્લાની એસ.ઓ.જીની ટીમે સાવરકુંડલા ખાતેથી ઝડપી પાડયો હતો.
ગુજરાત રાજ્યમાં ગુમ થયેલા સગીર વયના બાળકોને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમરેલી એસ.ઓ.જીની ટીમે પણ ગુમ ગયેલા સગીર વયના બાળકોને શોધી કાઢવા માટે જિલ્લામાં જુદી જુદી જગ્યાએ શોધખોળ હાથ ધરી હતી. આ શોધ ખોળ દરમિયાન એસ.ઓ.જીની ટીમને છાપરી ગામની સગીરાનુ અપહરણ કરનાર સાવરકુંડલા ખાતે હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે ટીમ સાવરકુંડલા ખાતે પહોંચીને સાવરકુંડલા તાલુકાના ધોબા ગામના જયસુખભાઈ બાલાભાઈ ચુડાસમાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.આ શખ્સ પર 2012માં છાપરી ગામની સગીરાનું અપહરણનો ગુન્હો નોંધાયો હતો. તેમજ છેલ્લા છ વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો.ઝડપાયેલા આરોપી સામે એસ.ઓ.જીના આર. કે.કરમટા વધુ તપાસ ચલાવી રહ્યા છે. તસ્વીર- જયેશ લીંબાણી
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો