Home » Saurashtra » Latest News » Amreli » Amreli - સુડાવડમાં સેવા સેતુ કાર્યક્રમમાં 1942 અરજીનો નિકાલ કરાયો

સુડાવડમાં સેવા સેતુ કાર્યક્રમમાં 1942 અરજીનો નિકાલ કરાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:00 AM

Amreli News - આઠ ગામનાંં લોકોએ હાજરી આપી

  • Amreli - સુડાવડમાં સેવા સેતુ કાર્યક્રમમાં 1942 અરજીનો નિકાલ કરાયો
    બગસરા તાલુકાના સુડાવડ ગામે લુંધીયા, સાપર, કડાયા, કાગદડી, નવા ઝાંઝરીયા, જુના ઝુઝરીયા, સમઢીયાળા ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિભાગની લોકોની 1942 અરજીનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસનાં 8 ગામનાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં સરકારની વિવિધ યોજનાઓની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

    આ કાર્યક્રમ હેઠળ આધાર નોંધણી, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર , કુંવરબાઈનું મામેરું સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય, વિધવા સહાય, દિવ્યાંગ પ્રમાણપત્ર, માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ, વીજ જોડાણ, જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જન્મ અને મરણ પ્રમાણપત્ર, ઉજ્જ્વલા યોજના ગેસ કીટ જોડાણ, ચૂંટણી કાર્ડ વિભાગની 1942 અરજીનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. સેતુ દરમિયાન અધિકારીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ