• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલીમાંથી મોટા પ્રમાણમાં કારસેવકોનો કાફલો રવાના થયો

અમરેલીમાંથી મોટા પ્રમાણમાં કારસેવકોનો કાફલો રવાના થયો

Amreli - અમરેલીમાંથી મોટા પ્રમાણમાં કારસેવકોનો કાફલો રવાના થયો

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:00 AM IST
અયોધ્યામાં 21 ઓકટોબરના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો.પ્રવિણ તોગડીયાના અધ્યક્ષ સ્થાને રામમંદિરના નિર્માણ માટે લખનૌથી અયોધ્યા કુચ રવાના થશે.તેમજ 23મીએ અયોધ્યામાં વિશાળ હિન્દુ સંમેલન યોજાશે. જેના પગલે અમરેલી જિલ્લામાંથી અયોધ્યામાં મોટા પ્રમાણમાં કારસેવકોનો કાફલો રવાના થયો છે.

અયોધ્યામાં હિન્દુ સંગઠન દ્વારા વિશાળ સંમેલન મળવા જઇ રહ્યું છે. આ સંમેલન અયોધ્યામાં ભવ્ય રામમંદિર તાત્કાલિક બનાવવામાં આવે તે માટે યોજવામાં આવેલ છે. આ કુચમાં અમરેલીમાંથી સૌરાષ્ટ્ર હિન્દુ પ્રાંતના મંત્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંતના રાષ્ટ્રીય બજરંગદળના મંત્રી નિતીન વાડદોરિયા સહિતના ભક્તો લખનૌ જવા રવાના થયા છે . અમરેલી જિલ્લાના લોકોએ આ તમામને રામમંદિર વહેલી તકે બનાવવા શુભેચ્છા પાઠવી છે.

X
Amreli - અમરેલીમાંથી મોટા પ્રમાણમાં કારસેવકોનો કાફલો રવાના થયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી