• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલીનાં મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા અને માટીનાં ગંજ ખડકાયા, લોકોને હાલાકી

અમરેલીનાં મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા અને માટીનાં ગંજ ખડકાયા, લોકોને હાલાકી

Amreli - અમરેલીનાં મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા અને માટીનાં ગંજ ખડકાયા, લોકોને હાલાકી

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:00 AM IST
અમરેલી શહેરમા પાછલા કેટલાક સમયથી સોસાયટી તેમજ મુખ્ય માર્ગો બિસ્માર હાલતમા બની ગયા છે. ભુગર્ભ ગટરના કામના કારણે માર્ગો આડેધડ ખોદી નાખવામા આવ્યા છે. માર્ગોમા મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને તોબા પોકારી ઉઠયાં છે. ત્યારે હવે આ માર્ગો નવા કયારે બનશે તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યાં છે.

શહેરમા ઘણા સમયથી તમામ માર્ગો ખોદી નાખવામા આવ્યા છે. મુખ્ય માર્ગો તો બિસ્માર બની ગયા છે તેની સાથે સોસાયટી વિસ્તારોના માર્ગોની પણ આવી જ સ્થિતિ છે. હવે વરસાદે પણ વિરામ લીધો છે. ત્યારે તંત્ર માર્ગો નવા બનાવવાની કામગીરી શરૂ કરે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. શહેરના તમામ મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા અને માટીના ગંજ ખડકાયા છે જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લાઠી રોડ, ચિતલરોડ, સ્ટેશન રોડ સહિતના માર્ગોની હાલત દયનીય બની છે. તો હનુમાનપરા, ભોજલપરા સહિતના વિસ્તારોમા પણ માર્ગો બિસ્માર બની ગયા છે. ભુગર્ભ ગટરની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. હવે તો વરસાદે પણ વિરામ લીધો છે. ત્યારે તાકિદે નવા માર્ગો બનાવવાની કામગીરી શરૂ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. તસ્વીર- જયેશ લીંબાણી

કોટડાપીઠા સહિતનાં ગ્રામજનોને હાલાકી

ભાસ્કર ન્યૂઝ | કોટડાપીઠા

બાબરા તાબાના કોટડાપીઠા ગામેથી ગોંડલ કે જુનાગઢ જવા માટે એકપણ એસટી બસની સુવિધા નથી જેના કારણે મુસાફરોને અગવડતા વેઠવી પડી રહી છે. એસટી બસનાં અભાવે લોકોને ખાનગી વાહનોમાં વધુ પૈસા ખર્ચીને મુસાફરી કરવી પડે છે. ત્યારે એસટી તંત્ર દ્વારા આ સુવિધા શરૂ કરવામા આવે તેવુ ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે.

કોટડાપીઠા ગામેથી એકમાત્ર ધોરાજી ભાવનગર રૂટની એકસ્પ્રેસ બસ દોડે છે. જો કે તેને કોટડાપીઠા સ્ટોપ નથી. જયારે આ રૂટ પર અનેક ખાનગી વાહનો ભાવનગર જુનાગઢ રૂટ પર ચાલે છે. જયારે એસટી ભાવનગરથી કે અમરેલી જુનાગઢ વાયા આટકોટ વચ્ચે દોડતી ન હોય મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે.

એસટી તંત્ર દ્વારા ભાવનગર જુનાગઢ કે અમરેલી જુનાગઢ વચ્ચે વાયા આટકોટ ગોંડલનો રૂટ શરૂ કરે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે. અહીના છેવાડાના ગામો ચરખા, ઉંટવડ, કોટડાપીઠા વિગેરે ગામોને જુનાગઢ જવાની સીધી એસટી બસની સુવિધા મળતી નથી. ત્યારે અમરેલી ડેપો દ્વારા અમરેલી જુનાગઢ વાયા આટકોટ ગોંડલ વચ્ચે બસ દોડાવવામા આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામા આવી છે.

X
Amreli - અમરેલીનાં મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા અને માટીનાં ગંજ ખડકાયા, લોકોને હાલાકી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી