• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - ખાંભાનાં લાસા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ખાંભાનાં લાસા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

55 વિભાગની અરજીનો નિકાલ કર્યો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Amreli - ખાંભાનાં લાસા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના લાસા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામ લકોની 55 વિભાગોની અરજીનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવ્યો હતો.

વહીવટમાં પારદર્શીતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એટલા માટે સરકારે સેવા સેતુનો ચોથો તબક્કાનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ આજે ખાંભાના લાસા ગામે નાનુડી, ઉમરીયા, તાતણીયા, ધાવડીયા, ભણીયા, ગીદરી, પીપળીયા, દાઢીયાળી ગામની આધારકાર્ડ , રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય, વિધવા સહાય, દિવ્યાંગ પ્રમાણપત્રો, માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ, વીજ જોડાણ, જનધન યોજના ખાતા, પ્રધાનમંત્રી આવાસ યોજના, જન્મ મરણ પ્રમાણપત્ર સહિતના 55 વિભાગની અરજીનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો.

X
Amreli - ખાંભાનાં લાસા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App