Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » હવે તો ચાલવામાં પણ ઉપાધી.. અમરેલીમાં ફુટપાથ પર ચાર-ચાર ફૂટ ઊંડા ખાડા પડ્યા

હવે તો ચાલવામાં પણ ઉપાધી.. અમરેલીમાં ફુટપાથ પર ચાર-ચાર ફૂટ ઊંડા ખાડા પડ્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:00 AM

સિનિયર સીટીઝનને સતત અકસ્માતનો ભય, અનેકવાર રજુઆત છતા પરિણામ શૂન્ય

  • હવે તો ચાલવામાં પણ ઉપાધી.. અમરેલીમાં ફુટપાથ પર ચાર-ચાર ફૂટ ઊંડા ખાડા પડ્યા
    અમરેલીમાં ચિત્તલ રોડ પર ફૂટપાથ પર છેલ્લા 6 મહિનાથી મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત નાના છોકરાઓ તથા સિનિયર સીટીઝન જ્યારે રાત્રે વોકિંગમાં નીકળે છે ત્યારે અકસ્માત થવાનો ભય પણ રહે છે. આ અંગે તંત્રને અનેકવાર ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

    અમરેલી શહેરમાં અનેક રસ્તાઓની હાલત કફોડી થઈ ચુકી છે. જેના કારણે લોકોમે ભારે મુશ્કેલી પડી રહી છે. હજુ રસ્તાનું રીપેરીંગ નથી થયું ત્યાં ચિત્તલ રોડ પર મહિલા પોલિસ સ્ટેશનની સામે આવેલા ફૂટપાથ પર છેલ્લા 6 મહિનાથી ખાડાઓ પડી ગયા છે. જે દિવસેને દિવસે વધુ ઊંડા થતા જાય છે. હાલમાં આ ખાડાની ઊંડાઈ 4 ફૂટ જેવી થવા આવી છે. આ ઉપરાંત આ જ ફૂટપાથ પર અન્ય ખાડાઓ પણ પડ્યા છે.અહીં દરરોજ રાત્રે સિનિયર સીટીઝન વોકિંગ માટે નીકળતા હોય સતત અકસ્માતનો ભય રહે છે. આ અંગે અનેકવાર રજુઆત કરી હોય છતાં હજુ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસ્વીર- જયેશ લીંબાણી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending