તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી શહેરનાં યુવાનો દ્વારા ફ્રેંડશીપ પર શોર્ટફિલ્મ બનાવાઈ

અમરેલી શહેરનાં યુવાનો દ્વારા ફ્રેંડશીપ પર શોર્ટફિલ્મ બનાવાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીના યુવાનો દ્વારા ફ્રેંડશીપ પર એક શોર્ટફિલ્મ બનાવવામાં આવી છે. જે ગઈકાલે યૂ-ટ્યૂબ પર રિલીઝ થઇ છે. આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ અમરેલી અને જૂનાગઢમાં કરવામાં આવ્યું છે. અમરેલીમાં દિવસેને દિવસે યુવાનો કંઈકને કંઈક નવું કરતા રહે છે. અમરેલીના એસ.ડી. પ્રોડક્શન દ્વારા ફ્રેંડશીપ પર એક શોર્ટફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં મેઈન એકટર તરીકે ધ્રુવ ધોળકિયા, સોહમ ચૌહાણ, જય વામજા, કેયુર ધંધુકિયા, પૂજન ઉનડકટે મહત્વનો રોલ ભજવ્યો છે. અને કેમેરામેન તરીકે સાગર સૌંડાગર, ઉદિત માલવીયાએ કામ કરેલ છે. અને એડિટિંગ તરીકે જીજ્ઞેશ પટેલે કામ કર્યું છે. આ તમામ યુવાનોએ ફોરેવર યાર ફ્રેંડશીપ પર એક શોર્ટફિલ્મ બનાવી છે. જે ગઈકાલે સવારે યુ-ટયુબ પર રિલીઝ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...