જિલ્લામાં ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી

અમરેલી સહિત જિલ્લાભરમા ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી ચાલી રહી છે. ઠેરઠેર વિવિધ સેવાકીય મંડળો અને ગૃપો દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Amreli - જિલ્લામાં ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી
અમરેલી સહિત જિલ્લાભરમા ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી ચાલી રહી છે. ઠેરઠેર વિવિધ સેવાકીય મંડળો અને ગૃપો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજવામા આવી રહ્યાં છે. ભાવિકો મહાઆરતી, પુજન અર્ચન અને પ્રસાદનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી રહ્યાં છે.

સાવરકુંડલા શહેરમાં ગણેશવાડી ખાતે દેવ આસ્થા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.સાવરકુંડલા શહેરમાં આવેલ ગણેશવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવઆસ્થા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના દર્શનનો લાભ લેવા દેવ આસ્થા ગ્રુપના પ્રમુખ સંજય ચોટલીયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત ગણેશ મહોત્સવમાં માતાજીની ચુંદડીની ઉજવણી કરવામા આવી હતી.

આ ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના આયોજીત ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ દર્શન યોજાઈ રહ્યા છે. જેમાં જેમા માતાજીની ચુંદડીમાં ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગરબા યોજાયા હતા. આ ઉપરાંત સદ્દભાવના ગ્રુપ દ્વારા ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન ૧૦ દિવસ સુધી દરરોજ અલગ અલગ કાર્યક્રમો તથા દર્શનની આબેહૂબ દર્શનની ઝાંખી બનાવી લોકો સમક્ષ ખુલ્લાં મુકવામાં આવી રહ્યા છે.

જયારે બાબરામાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક યુવક મંડળ દ્વારા ગણેશ ભગવાનની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અહીના શિવાજી ચોક વિસ્તારમાં શિવાજી ગ્રુપ દ્વારા દુંદાળા દેવની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિસભર સ્થાપના કરવામાં આવેલ છે. અહીં ભગવાન ગણેશની પૂજન અર્ચનની સાથે મહાપૂજા,મહાઆરતી અને પ્રસાદનો લાભ મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા લેવામાં આવી રહ્યો છે.

ઠેર-ઠેર ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. તસ્વીર- રાજુ બસીયા, સૌરભ દોશી, જયેશ લીંબાણી

X
Amreli - જિલ્લામાં ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App