Home » Saurashtra » Latest News » Amreli » Amreli - વ્યવસાય વેરાનાં કરદાતાઓને 30 સપ્ટે. સુધીની મુદત અપાઇ

વ્યવસાય વેરાનાં કરદાતાઓને 30 સપ્ટે. સુધીની મુદત અપાઇ

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:00 AM

1 ઓક્ટો. પહેલા શોપ એક્ટનાં લાયસન્સ રીન્યુ કરવા અનુરોધ

  • Amreli - વ્યવસાય વેરાનાં કરદાતાઓને 30 સપ્ટે. સુધીની મુદત અપાઇ
    અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર એલ.જી.હુણ તેમજ ઇન્ચાર્જ શોપ ઇન્સ્પેકટર મનોજભાઈ એમ.કાબરીયાએ વ્યવસાય વેરો ભરતા દરેક કરદાતાઓને ચાલુ વર્ષ 2018/19નો વ્યવસાય વેરો તા.30 સપ્ટેમ્બર સુધીમાં ભરપાઈ કરવાનો હોય છે તે સમયસર ભરી જવા જણાવવામાં આવ્યું છે.

    અમરેલીમાં જેટલા કરદાતાઓ દર વર્ષે વ્યવસાય વેરો ભરે છે તે દરેક કરદાતાઓને આગામી તા.30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી જવા અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઇન્ચાર્જ શોપ ઇન્સ્પેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે. અને જો આ વ્યવસાય વેરો નિયત સમયમાં ભરવામાં નહિ આવે તો મુદ્દત વિત્યાબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે સંસ્થાની શોપએકટ લાયસન્સની મુદ્દત તા.15 ડિસેમ્બર 2018માં પુરી થતી હોય તેવા વેપારીઓને જણાવવાનું કે તા.1 ઓક્ટોબરથી રીન્યુ કામગીરી ચાલુ થશે.

    તેથી તાલુકા શાળા, રામજીમંદિર રોડ, અમરેલી ખાતે શોપ એકટ શાખામાં લાયસન્સ રીન્યુ કરાવી જવા તથા વ્યવસાય વેરો ભરી જવા જાણ કરવામાં આવે છે. મુદ્દત વિત્યાબાદ રીન્યુ નહિ કરાવનાર માલિકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ