તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • બાબરા તાલુકામાં ગ્રામ્ય પ્રવાસ કરી ધારાસભ્યએ પ્રશ્નો સાંભળ્યાં

બાબરા તાલુકામાં ગ્રામ્ય પ્રવાસ કરી ધારાસભ્યએ પ્રશ્નો સાંભળ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પોતાના મત વિસ્તારમાં ગામડે ગામડે પ્રવાસ કરી લોકો સમસ્યા જાણી હતી. સામાન્ય રીતે ચૂંટણી જીત્યા બાદ નેતાઓ પાંચ વર્ષ બાદ ફરી પ્રજા વચ્ચે મત માંગવા જતા હોય છે. ત્યારે લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દર છ માસે પોતાના વિસ્તારમાં રૂબરૂ લોકોને મળી સમસ્યા જણાવવાનું કહે છે. આ ઉપરાંત ગામની જરૂરિયાત મુજબની ગ્રાન્ટ પણ ફાળવે છે.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા તાલુકાનાના ત્રણ દિવસ પ્રવાસ દરમિયાન નાની કુંડળ, ખંભાળા, શિરવાણીયા, કીડી, સુખપર, વાવડા, ઈશ્વરીયા, કોટડાપીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરી લોકો સાથે બેઠક કરી લોકોની સમસ્યા જાણી હતી. ધારાસભ્યની ગામની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

વિરજીભાઈ ઠુંમરના ગ્રામ્ય પ્રવાસમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી, ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા, નગરપાલિકા ઉપ પ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયત સભ્ય કુલદીપભાઈ બસિયા,સહિત કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા. ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે દર છ માસે વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...