તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં અલગ-અલગ ત્રણ સ્થળેથી 14 જુગારી ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસે કમર કસી છે. ત્યારે બાબરા, કોટડાપીઠા અને સાવરકુંડલામાથી જાહેરમા જુગાર રમી રહેલા 14 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય સ્થળેથી કુલ રૂા. 36450નો મુદ્દામાલ પણ કબજે લીધો હતો.

પોલીસે બાબરા શહેરમા જાહેરમા જુગાર રમી રહેલા હિતેશ કાળાભાઇ સરવૈયા, રફિક અલારખભાઇ મેતર, સંજય મનસાભાઇ વાઘેલા અને જય ઉર્ફે દીકુ નરેશભાઇ તેરૈયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રૂા. 3500ની મતા કબજે લીધી હતી. આ ઉપરાંત પોલીસે કોટડાપીઠા ગામે જાહેરમા જુગાર રમી રહેલા લાલજી હિરા ગમારા, ભુપત વાઘા સોઢળીયા, દિપક સોઢળીયા, ભરત ભુપત, હરેશ પાલા અને ભરત બાપલુભાઇ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી 13150નો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ ઉપરાંત પોલીસે સાવરકુંડલામા જાહેરમા જુગાર રમી રહેલા હાર્દિક ગણપત જોષી, પ્રેમકુમાર મુલચંદ નીસાદ, વિમલ કાળુ આંબલીયા, માવજી ધીરૂ ગોંડલીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. અહીથી પોલીસે રૂા. 19800નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...