• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - મેલેરીયાથી બચવા તંત્ર સલાહ આપે છે પણ પોતે માત્ર તાબોટા પાડે છે

મેલેરીયાથી બચવા તંત્ર સલાહ આપે છે પણ પોતે માત્ર તાબોટા પાડે છે

મચ્છરોની ઉત્પતિ અટકાવવા પગલાં સુચવવામાં આવ્યા

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:00 AM
Amreli - મેલેરીયાથી બચવા તંત્ર સલાહ આપે છે પણ પોતે માત્ર તાબોટા પાડે છે
ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મેલેરિયા નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ અટકાવવી જરૂરી છે. મચ્છરજન્ય રોગીથી બચવા માટે જિલ્લા મેલેરિયા અધિકારીએ કેટલાક સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે.

હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. અને મચ્છરથી મેલેરિયા રોગ થાય છે. તેથી આ મેલેરિયા રોગથી બચવા માટે પીવાના તેમજ ઘર વપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકી કે કોઠીને હવાચુસ્ત ઢાકણાં અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કોઠી, કુંડા, દર અઠવાડિયે ખાલી કરવા તથા ફૂલદાની, કુલર, સિમેન્ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીથી દોરી વડે ઘસી બરાબર સાફ કરી સૂકવીને પછી જ ઉપયોગમાં લેવા અને તેમાં બળેલા ઓઈલનો છટકાવ કરવો.આ ઉપરાંત મચ્છરથી બચવા દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, સંધ્યા સમયેથી જ બારી-બારણાં બંધ રાખવા અને શરીર પૂરતું ઢંકાય તેવા કપડાં પહેરવા, ઘરમાં જંતુનાશક દવાનો છટકાવ કરવો. ચોમાસા દરમિયાન તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા છે કે કેમ તેની તપાસ કરાવી યોગ્ય સારવાર લેવી જરૂરી છે. તેમ મેલેરિયા અધિકારી દ્વારા જણાવાયું છે.

X
Amreli - મેલેરીયાથી બચવા તંત્ર સલાહ આપે છે પણ પોતે માત્ર તાબોટા પાડે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App