તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • થોરડીમાં યુવક પર 4 શખ્સોનો પાઇપ અને તલવાર વડે જીવલેણ હુમલો

થોરડીમાં યુવક પર 4 શખ્સોનો પાઇપ અને તલવાર વડે જીવલેણ હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા તાબાના આદસંગ ગામે રહેતો યુવક તેમના મિત્રની સાથે મોટર સાયકલ લઇ રાજુલાથી આદસંગ આવી રહ્યો હતો ત્યારે થોરડી ગામે બાઇક અટકાવી પાઇપ અને તલવાર જેવા હથિયારો વડે ચાર શખ્સોએ હુમલો કરતા આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. જયારે બાબરા તાબાના કરિયાણા ગામે રહેતા આધેડને પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી લાકડી વડે મારમાર્યો હતો.

થોરડીમા યુવક પર પાઇપ અને તલવાર વડે હુમલાની આ ઘટના સાવરકુંડલા તાબાના થોરડી ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર આદસંગ રહેતા મેહુલભાઇ પુજાભાઇ ચાંદુ (ઉ.વ.29) તેના મિત્રની સાથે મોટર સાયકલ લઇ રાજુલાથી આદસંગ આવતા હતા ત્યારે થોરડી ગામે બાપા સીતારામની મઢી પાસે ભોળાભાઇ ભરવાડ આડો ઉતરી બાઇક આ રીતે ચલાવવાની ના પાડી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી. બાદમા જીણા ભરવાડે તલવાર વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત લાલો ભરવાડ અને જયસુખ ભરવાડે પણ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ બારામા મેહુલભાઇએ ચારેય સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પીએસઆઇ ડી.કે.સરવૈયા તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય એક ઘટનામા બાબરા તાલુકાના કરિયાણા રહેતા સોમાભાઇ નાગજીભાઇ ઝાપડીયા (ઉ.વ.60) નામના આધેડે મુન્નાભાઇ વશરામભાઇ મકવાણાએ પોલીસને બાતમી આપતા હોવાની શંકા રાખી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ બારામા તેમણે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...