• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - રાજુલા માર્કેટીંગયાર્ડની જનરલ બોર્ડની મિટીંગમા ખેડૂતોને તાલપત્રી અને બેટરીવાળા

રાજુલા માર્કેટીંગયાર્ડની જનરલ બોર્ડની મિટીંગમા ખેડૂતોને તાલપત્રી અને બેટરીવાળા

રાજુલા માર્કેટીંગયાર્ડની જનરલ બોર્ડની મિટીંગમા ખેડૂતોને તાલપત્રી અને બેટરીવાળા પંપમા યાર્ડ તરફથી સહાય...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:00 AM
Amreli - રાજુલા માર્કેટીંગયાર્ડની જનરલ બોર્ડની મિટીંગમા ખેડૂતોને તાલપત્રી અને બેટરીવાળા

રાજુલા માર્કેટીંગયાર્ડની જનરલ બોર્ડની મિટીંગમા ખેડૂતોને તાલપત્રી અને બેટરીવાળા પંપમા યાર્ડ તરફથી સહાય આપવાનો નિર્ણય કરાયો છે.

રાજુલા માર્કેટીંગયાર્ડની આ મિટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. અહી લેવાયેલા નિર્ણય મુજબ ખેડૂત ખાતેદાર ભાઇઓને તાલપત્રીમા રૂા. 500 તેમજ બેટરીવાળા દવા છંટકાવ પંપમા રૂા. 600 યાર્ડ તરફથી સહાય આપવામા આવશે. સહાય મેળવવા માટે ખેડૂતોએ 7/12, 8-અ તથા આધારકાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. તો આ યોજનાનો ખેડૂત ભાઇઓ વધારેમા વધારે લાભ લે તે માટે રાજુલા માર્કેટીંગયાર્ડ ઓફિસે સવારે 10 થી બપોરે 1 અને 3 થી 5 સુધી વિતરણ શરૂ રહેશે. આ નિર્ણયથી હાલ ખેડૂતોએ રાહત અનુભવી છે.

X
Amreli - રાજુલા માર્કેટીંગયાર્ડની જનરલ બોર્ડની મિટીંગમા ખેડૂતોને તાલપત્રી અને બેટરીવાળા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App