તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli ચિતલમાં ખેડૂતોને 10ની જગ્યાએ મળે છે 8 કલાક જ વીજ પુરવઠો, રોષ

ચિતલમાં ખેડૂતોને 10ની જગ્યાએ મળે છે 8 કલાક જ વીજ પુરવઠો, રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસુ પૂર્ણતાના આરે છે ત્યારે ચિત્તલમાં ખેડૂતોને 10ની જગ્યાએ માત્ર 8 કલાક વીજ પુરવઠ્ઠો મળતા અનેક પાકો નિષ્ફળ જવાની ભિતી ફેલાઇ છે. અમરેલી જિલ્લામાં આ વર્ષે ઓછો વરસાદ થયો છે. ત્યારે ખેડૂતનો વાવેલો પાક બળીને ખાક થઈ ગયો છે. ત્યારે એક તરફ વરસાદ નહી આવવાથી ખેડૂત હાલ મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે અમરેલી જિલ્લાના ચિતલ ગામમાં હાલતો વીજ કચેરી દ્વારા હળહળતો અન્યાય થતો હોય તેમ ખેડૂતોને 10 કલાકમાંથી 8 કલાક જ વીજ પુરવઠો આપવામાં આવે છે. તેમજ 8 કલાકમાંથી પણ પૂરતો વીજ પુરવઠો ચિતલ ડીવીઝન દ્વારા આપવામાં આવતો નથી. જેના કારણે ખેડૂતો પોતાના પાકને બચાવી શકતા નથી. હાલ તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે લોક સરકાર ઇન્ચાર્જના રાજેશ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, જો આગામી સમયમાં ચિતલ ડીવીઝન 10 કલાક રેગ્યુલર વીજ પુરવઠો નહી અપેતો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...