તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli અમરેલી શહેરમાં છેલ્લા લાંબા સમયથી ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ દ્વારા

અમરેલી શહેરમાં છેલ્લા લાંબા સમયથી ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ દ્વારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી શહેરમાં છેલ્લા લાંબા સમયથી ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે.ત્યારે ગઈ સાંજે રાત્રે મેઘરાજાની પધરામણી થતા ભૂગર્ભ ગટરની કામ પર માટી બેસી ગઈ હતી. ઠેર ઠેર ભુવા પડયા હતા. ત્યારે અમરેલીના ભીડભંજન ચોકમાં વરસાદ બાદ ભૂવા પડવાથી એક એસટી બસ અને એક પ્રાઈવેટ બસ ભૂવામાં ખાબકી હતી. ત્યારે સાવરકુંડલા રોડ અને શહેરના સ્ટેશન રો઼ડ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફસાયેલી બસને 100થી વધારેના ટોળાએ બસને બહાર કાઢી હતી. ત્યારે શહેરીજનોની ભુગર્ભ ગટરની કામગીરી કરતી કંપની પાસે ફરી માટી નાખવા માંગ કરી છે.

અમરેલીમાં ગુરૂવારની રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી. ત્યારે શહેરમાં માત્ર વરસાદના બે છાંટા પડયા છે. જેના કારણે શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી પર કાદવ કીચડ અને ઠેર ઠેર ભૂવા પડયા હતા. શહેરના ભીડભંજન ચોક, સ્ટેશન રોડ, રાજકમલ ચોક બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં માટી ધોવાઈ અને ભૂવા પડયા હતા. ત્યારે આ ભૂવા પડવાના કારણે રોડ પર જતા વાહનો સીધા જ ભૂવામાં ખુંપી ગયા હતા. ત્યારે ગુરૂવારે રાત્રે વાહન ચાલકોમાં અફડા તફડી થઈ હોય તેમ ભીડભંજન ચોકમાં બે બસ ભૂવામાં ખાબકી ગઈ હતી. જેના કારણે રોડ પર પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમા મુકાયા હતા. શહેરીજનોની ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ પાસે વહેલી તકે શહેરના ભૂગર્ભ ગટરના કામ પર ફરી માટી નાખવા માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...