• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વિનયન વાણિજ્ય કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન અપાયું

વિનયન વાણિજ્ય કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાત્રોને વિપશ્યના શિબીર વિષે માહીતી અપાઇ

લીલીયામાંઆવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-લીલીયા ખાતે ઉદ્દીશા ક્લબ અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યાર બાદ કોલેજના પ્રિન્સિપાલ કાનપરિયા, દ્વારકાદાસભાઇ લલાડીયા શાબ્દિક સ્વાગત કરીને પરિચય આપ્યો હતો અને ઉદ્દીશા ક્લબની કામગીરીથી સૌને માહિતગાર કર્યા હતા. જેમાં પ્રથમ વિભાગમાં વિદ્યાર્થીના ઉજ્જ્વળ ભવિષ્ય અંગે અને વર્તમાન સમયમાં ઉત્તમ કારકિર્દીનું ઘડતર કઈ રીતે કરવું વિશે ‘કોમ્યુનીકેશન સ્કીલ ડેવલપમેન્ટ’ વિષયને સાંકળીને તેમણે વ્યાખ્યાન આપ્યું.

તેમજ દ્વિતીય વિભાગમાં યોગની પ્રવૃતિને સાંકળીને વિપશ્યના ધ્યાનની માહિતી આપી તેમજ વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફે ધ્યાન ધર્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી હતી. તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃતના પ્રાધ્યાપક ડૉ.પારુલબેન મારુએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...