• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીની સ્કુલમાં વિદ્યાર્થીઓનાં દિક્ષાંત સમારોહનું આયોજન કરાયું

અમરેલીની સ્કુલમાં વિદ્યાર્થીઓનાં દિક્ષાંત સમારોહનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓએ શાળા જીવનની સુખદ ક્ષણોને વાગોળી : વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

અમરેલીમાપાઠક સ્કુલ ખાતે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહનુ આયોજન કરવામા આવ્યું હતુ. અહી વિદ્યાર્થીઓ દ્વારા શાળા જીવનની સુખદ ક્ષણોને વાગોળવામા આવી હતી. અહી વિદ્યાર્થીઓની સિધ્ધી બદલ પ્રમાણપત્રો અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. અમરેલીમા પાઠક સ્કુલ દ્વારા અહી આવેલ દાદા ભગવાન મંદિરના પરિસરમા દિક્ષાંત સમારોહનુ આયોજન કરવામા આવ્યું હતુ. માગને અનુરૂપ કાર્યક્રમ યોજાયો હતો. વસંતભાઇ પાઠક દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના ઉજ્જવળ પરિણામની શુભેચ્છાની સાથોસાથ જીવનપથ પર આગળ વધવાનુ ભાથુ બંધાવતા જણાવવામા આવ્યું હતુ કે સ્વયં માટે સમાજ માટે અને રાષ્ટ્ર માટે પણ વધુ વિકાસ કરવો જોઇએ. સંસ્થાના સ્થાનિક વ્યવસ્થાપક વિજયભાઇ મહેતાએ માતાપિતાને સૌથી મોટા મોટીવેશન ગુરૂ ગણાવી તેની હકારાત્મક હુંફની તરફેણ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવોમા શાળા જીવનની સુખદ ક્ષણોને વાગોળવાની સાથોસાથ શાળાના ઉજ્જવળ પરિણામની પરંપરા જાળવી રાખવાનો વિશ્વાસ પ્રગટ કરવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...