• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીથી ગાવડકાનાં માર્ગની સાઇડનું કામ અધુરૂ રહેતા હાલાકી

અમરેલીથી ગાવડકાનાં માર્ગની સાઇડનું કામ અધુરૂ રહેતા હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોકળગાયગતિએ કામ આગળ ધપતા વાહન ચાલકો પરેશાન, વહેલી તકે સમારકામ પુર્ણ કરવા ઉઠતી માંગ

અમરેલીમાગાવડકા ચોકડી સુધીનો માર્ગ બિસ્માર હાલતમા બની ગયો છે. જેને પગલે અહીથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી માર્ગ બનાવવા માટે માર્ગની બંને સાઇડોમા સમારકામ પણ કરાયુ હતુ પરંતુ માર્ગનુ કામ આગળ ધપતા હાલ વાહન ચાલકો તોબા પોકારી ઉઠયાં છે.

અમરેલીના રાધેશ્યામ હોટેલથી ગાવડકા ચોકડી સુધીનો માર્ગ તદ્દન બિસ્માર હાલતમા બની ગયો છે. અહી માર્ગમા મસમોટા ખાડાઓ પડી ગયા હોય વાહન ચાલકોને અગવડતા વેઠવી પડી રહી છે. માર્ગ પરથી રાત દિવસ વાહનોની અવરજવર રહેતી હોય ખાસ કરીને બિસ્માર માર્ગના કારણે રાત્રીના સમયે અહીથી પસાર થતા નાના વાહન ચાલકોને અકસ્માતની ભિતી સતાવી રહી છે.

અહી તંત્ર દ્વારા માર્ગની બંને સાઇડમા સમારકામ પણ કરવામા આવ્યું હતુ. પરંતુ બાદમા નવો માર્ગ બનાવવા માટેની કામગીરી આગળ ધપતી હોય વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે અહી તાકિદે નવા માર્ગ બનાવવા માટે કામગીરી શરૂ કરવામા આવે અને ચોમાસા પહેલા તમામ કામ પુર્ણ થાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...