• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં ચિતલ રોડ પરની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં

અમરેલીમાં ચિતલ રોડ પરની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરીનું પ્રમાણ પણ વધ્યું હોઇ લાઇટો શરૂ કરવા માંગ

અમરેલીમાંછેલ્લાં ઘણાં સમયથી અમુક વિસ્તારોમાં, સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે. જેના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. હાલ થોડા સમયથી અમરેલીમાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે.

અમરેલીમાં ચિતલ રોડ પર આવેલી સિધ્ધી વિનાયક સોસાયટીમાં છેલ્લાં એક અઠવાડીયાથી સ્ટ્રીટ લાઇટ બંધ છે. જેની નગરપાલિકાએ ખાસ નોંધ લેવી જોઇએ. વિસ્તારમાં થોડા સમય પહેલાં એક સાથે એક અઠવાડીયામાં 5 ઘરનાં તાળા તૂટ્યા હતા. જેના કારણે લોકો પરેશાન થઇ ચૂક્યા છે. જેમ જેમ ઉનાળો આવતો જશે તેમ તેમ ચોરીનું પ્રમાણ પણ વધતું જશે.

વિસ્તારમાં ચોરીનું પ્રમાણ વધારે હોવાથી અહીં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોય તે વ્યાજબી ના ગણાય. તેથી અહીં સ્ટ્રીટ લાઇટ તાત્કાલિક ચાલુ કરવા નગરપાલિકાએ ખાસ નોંધ લેવી. હાલ થોડા સમય પહેલાં મંગળવારના રોજ વિસ્તારમાં રાત્રે 2 વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યો શખ્સ જોવા મળ્યો હતો. પણ વિસ્તારના લોકો જાગતા હોવાથી તે નાસી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...