• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • રાષ્ટ્રના વિકાસ માટે કેળવણી અને શિક્ષણ અગત્યનું છે મેજીસ્ટ્રેટ ઠેસીયા

રાષ્ટ્રના વિકાસ માટે કેળવણી અને શિક્ષણ અગત્યનું છે- મેજીસ્ટ્રેટ ઠેસીયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી સ્થિત હનુમાનપરા પ્રા.શાળા ખાતે 15 બાળકોનું ધોરણ-1મા નામાંકન

અમરેલીજિલ્લામા ઠેર ઠેર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે. જેમા અમરેલી શહેરમા આવેલી હનુમાનપરા પ્રાથમીક શાળા અને રોકડીયાપરા પ્રાથમીક શાળામા પ્રવેશોત્સવ ઉજવવામા આવ્યો હતો. તકે કાર્યક્રમમા આગેવાનો, મહેમાનો, બાળકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીમા હનુમાનપરા પ્રાથમીક શાળામા પ્રવેશોત્સવ ઉજવવામા આવ્યો હતો. શાળામા 11 કુમાર અને 4 કન્યાએ શાળામા પ્રવેશ મેળવ્યો હતો. ધોરણ 3થી 8મા પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનીત કરવામા આવ્યા હતા. તકે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.કે.ઠેસીયાએ જણાવ્યુ હતુ કે બાળકોને પોતાના સપના સાકાર કરવાની તક મળી રહે તેવી તકોનુ નિર્માણ કરવુ જોઇએ. પ્રસંગે વસંતભાઇ મોવાલીયાએ આવશ્યક ચિજવસ્તુ માટે રૂા. 11 હજાર રોકડ ભેટ આપી હતી. કાર્યક્રમમા શાસનધિકારી ચુડાસમા, શિવલાલભાઇ હપાણી, દકુભાઇ ભુવા, ભરતભાઇ ચકરાણી, દયાળભાઇ સંઘાણી, સુરેશભાઇ રાઠોડ, નંદલાલ ભડકણ, ગોરધનભાઇ માડલીયા, સુરેશભાઇ દેસાઇ, વાલીગણ, શીક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાથે અમરેલીની રોકડીયાપરા પ્રાથમીક શાળામા પ્રવેશોત્સવની ઉજવણી કરવામા આવી હતી. જેમા આંગણવાડી અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામા આવ્યો હતો. તકે દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુ હતુ કે બાળકોમા રહેલો શાળાનો ભય દુર કરવા આનંદ અને ઉત્સાહ સાથે પ્રવેશ આપવાથી બાળકમા આત્મ વિશ્વાસ વધે છે.

કાર્યક્રમમા અશ્વીનભાઇ સાવલીયા, મનસુખભાઇ સુખડીયા, કૌશિકભાઇ વેકરીયા, તુષારભાઇ જોષી, દિનેશભાઇ વ્યાસ તથા જ્યોત્સનાબેન વ્યાસ સહિત વિગેરે આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

ચલાલા પ્રાથમીક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. તકે માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર પી.બી.શિવમે દિપપ્રાગટ્ય કર્યુ હતુ. શાળામા 5 કુમારોએ અને આંગણવાડીમા 34 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. ધોરણ 3 અને 8ના પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનીત કરવામા આવ્યા હતા. શિવમે દાતા વલ્લભભાઇ બલદાણીયાનુ સન્માન કર્યુ હતુ. કાર્યક્રમમા ડાયાભાઇ વઘાસીયા, ઘનશ્યામભાઇ કાપડીયા, હરેશભાઇ જેબલીયા, ભગીરથસીંહ ગોહીલ, બકુલભાઇ વાજા સહિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ચલાલામા શાળા પ્રવેશોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...