તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી શહેરની મધ્યમાં આવેલું જૂનું બસ સ્ટેન્ડ ફરીથી શરૂ કરવા આવેદનપત્ર અપાયું

અમરેલી શહેરની મધ્યમાં આવેલું જૂનું બસ સ્ટેન્ડ ફરીથી શરૂ કરવા આવેદનપત્ર અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થળ બદલાઇ જતાં મુસાફરોને પડતી ભારે હાલાકી

ઓલ ઇન્ડિયા લેબર વેલ્ફેર સેવા સંઘ દ્વારા કલેકટરને રજુઆત કરી ફરી શરૂ કરવા માંગણી કરાઇ

અમરેલીશહેરની મધ્યમા આવેલ વર્ષો જુના નાના બસ સ્ટેશનનુ થોડા સમય પહેલા સ્થળાંતર કરી અહીની મ્યુનિસીપલ ગર્લ્સ સ્કુલ પાસે તબદીલ કરી દેવામા આવ્યું છે. જેને પગલે મુસાફરોને અગવડતા વેઠવી પડી રહી છે. ત્યારે પ્રશ્ને ઓલ ઇન્ડિયા લેબર વેલ્ફેર સેવા સંઘ દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરવામા આવી છે.

ઓલ ઇન્ડિયા લેબર વેલ્ફેર સેવા સંઘના જયસુખભાઇ કયાડા, પ્રકાશભાઇ પરમાર, સવાભાઇ, સુભાષભાઇ, રોહિતભાઇ, કાળુભાઇ, જયસુખભાઇ, સંજયભાઇ, રજનીકાંતભાઇ, સુધીરભાઇ, રોનકભાઇ, દામજીભાઇ, હરેશભાઇ, પ્રવિણભાઇ, કપીલભાઇ, જગદીશભાઇ, નાગજીભાઇ, ધનજીભાઇ, ભુપતભાઇ સહિતે આવેદન પાઠવી કલેકટરને પ્રશ્ને રજુઆત કરવામા આવી હતી.

રજુઆતમા જણાવાયું હતુ કે અમરેલી એસટીના વિભાગીય નિયામક દ્વારા થોડા સમય પહેલા શહેરની મધ્યમા આવેલ નાના બસ સ્ટેશનને રદ કરીને દુરના સ્થળે મ્યુનિસીપલ ગર્લ્સ સ્કુલ નજીક તબદીલ કરવામા આવ્યું છે. ત્યાં વર્ષોથી પીકઅપ સ્ટેન્ડ અસ્તિત્વમા હતુ જેથી નાના બસ સ્ટેન્ડ ચોકમાથી પસાર થતી દરેક બસ એકલ દોકલ મુસાફરને ત્યાંથી પીકઅપ કરી લેવામા આવતા.

વધુમા જણાવાયું હતુ કે અમરેલીના નાગરિકો, વેપારીઓ તેમજ મુસાફર મંડળ દ્વારા નાના બસ સ્ટેન્ડ બંધ કરવાથી પડતી મુશ્કેલીઓ અંગે લેખિતમા પણ રજુઆતો કરી હતી અને આમરણાંત ઉપવાસ સુધીની તૈયારીઓ કરી રહ્યાં છે. રાજયના દરેક શહેરોમા જે બસ સ્ટેશનો અસ્તિત્વમા છે તે સ્થળ ચાલુ રાખીને મુસાફરોની સગવડતા માટે નવા પીકઅપ સ્ટેન્ડ કરી રહ્યાં છે જયારે અમરેલીમા યેનકેન પ્રકારે નાના બસ સ્ટેન્ડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે અહી પુન: બસ સ્ટેશન કાર્યરત કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

જુનુ બસસ્ટેન્ડ મુસાફરો માટે અનુકુળ જગ્યા હતી. તસ્વીર- દર્શન ઠાકર

જુની જગ્યાએ યથાવત રહે તો અગવડતા દુર થાય

અન્ય સમાચારો પણ છે...