તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • શહીદ વીર જવાનોનાં પરિવારજનોને ભંડોળ એકત્ર કરી આપવા અપીલ

શહીદ વીર જવાનોનાં પરિવારજનોને ભંડોળ એકત્ર કરી આપવા અપીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરમાં ઉરીની ઘટનામાં પોતાનો જીવ દેનાર

વ્યક્તિએ ડ્રાફ્ટ કલેકટર કચેરીએ પહોંચાડવાનો રહેશે

તાજેતરમાંકાશ્મીરના ઉરી સેકટરમા થયેલ આતંકવાદી હુમલામા વિર સૈનિકો શહિદ થયા છે ત્યારે શહિદ થયેલા વિર જવાનોના પરિવારોની સંભાળ લેવા અને તેમનો જીવન નિર્વાહ તેઓ સ્વમાનભેર કરી શકે તે હેતુથી ભંડોળ એકત્ર કરવા સહયોગ આપવા અપીલ કરવામા આવી છે.

આતંકવાદી હુમલાની ઘટનાને પગલે સમગ્ર દેશમા ઘેરા પડઘા પડયા છે. ઠેરઠેરથી વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે આતંકવાદી હુમલામા શહિદ થયેલ જવાનોના પરિવારો તેમનો જીવન નિર્વાહ સ્વમાનભેર કરી શકે તેવી વ્યવસ્થામ સહભાગી થવા માટે નાગરિકોને અપીલ કરવામા આવી છે. સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ એકત્ર કરી નામ તથા સરનામાનો ડ્રાફટ કઢાવી જરૂરી વિગતો સાથે પત્ર મારફત કલેકટર કચેરી ખાતે મોકલવાનુ રહેશે.

સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી અમદાવાદની વિગતો મુજબ ખાતાનુ નામ: નિયામક સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ, બેંકનુ નામ: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેન્ટોન્મેન્ટ શાખા અમદાવાદ, બેંક ખાતા નંબર 10325069233 (ખાતાનો પાન નં. AAAGD0078A) છે. ભારતીય વીર જવાનોના પરિવારજનોને બનતી તમામ મદદ કરવા પુરતો સહકાર આપવા નિવાસી અધિક કલેકટર અમરેલીએ નાગરિકોને અનુરોધ કર્યો છે.

અત્રે નોંધનીય છે કે, દેશની સુરક્ષા માટે અને ભારતનાં લોકો આરામની ઉંઘ લઇ શકે તે માટે થઇને દેશની બોર્ડર પર સતત જાગતા એવા સેનાનીઓ જ્યારે શહિદ થાય છે ત્યારે તેના માટે ફુલ નહી ને ફુલની પાખડી રૂપે તેમને મદદ કરવાની એક પહેલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...