તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • દેશહિતમાં અસરકારક પગલા લેવામાં સરકાર નિષ્ફળ ઠુંમર

દેશહિતમાં અસરકારક પગલા લેવામાં સરકાર નિષ્ફળ- ઠુંમર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પઠાણકોટ, ઉરીમા આતંકી હુમલાઓમાં જવાનો શહિદ થતા લોકોમા આક્રોશ

કિસાનખેત મજદુર કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે એક નિવેદનમા જણાવ્યું હતુ કે પઠાણકોટ અને ઉરીમા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાઓમા અનેક જવાનો શહિદ થતા દેશની જનતામા આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી દેશહિતમા નક્કર અને અસરકારક પગલા ભરવામા નિષ્ફળ નિવડયા છે.

પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે વધુમા જણાવ્યું હતુ કે રાજકીય ક્ષેત્રે બેજવાબદાર નિવેદનો કરવા બદલ સમગ્ર દેશ અને દુનિયામા ખ્યાતી પ્રાપ્ત કરી રહેલા પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રમા સતા મેળવવા લોકસભાની ચુંટણી દરમિયાન દેશની સવા સો કરોડ જનતાને ગુમરાહ કરી હતી. ત્યારે પઠાણકોટ અને ઉરીમા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાઓમા ભારતીય સેનાના 25 જેટલા જવાનો શહિદ થતા લોકોમા આક્રોશ જોવા મળી રહ્યો છે. ભુતપુર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરાજી અને લાલબહાદુર શાસ્ત્રીજીએ પાકિસ્તાનને સબક શીખવાડયો હતો તેવો સબક શીખવાડવા કોંગ્રેસ સહિત સમગ્ર દેશની જનતાએ એકી અવાજે ભારત સરકારને સંપુર્ણ સાથ અને સહકાર આપવાની સાથે મક્કમતાપુર્વક આગળ વધવાની લોક લાગણી દર્શાવી છતા પ્રધાનમંત્રી દેશ હિતમા અસરકાર પગલા ભરવામા નિષ્ફળ નિવડયા છે.

અન્ય સમાચારો પણ છે...