તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • હદ થઇ અમરેલીમાં પોલીસકર્મી પીધેલી હાલતમાં ઝડપાયો

હદ થઇ અમરેલીમાં પોલીસકર્મી પીધેલી હાલતમાં ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નશાખોરો ગોતવા ગયા પોતાનો કર્મી મળ્યો

જીલ્લાપોલીસ વડાએ પ્રોહીબીશન ડ્રાઇવ ચલાવી નશાખોરોને પકડી પાડવા પોલીસને હુકમ કર્યો અને પોલીસ નશાખોરોને શોધવા નીકળી તો સૌ પ્રથમ ઘરમાંથી નશાખોર મળ્યો તેવો ઘાટ આજે ઘડાયો હતો. પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને પીધેલી હાલતમાં ઝડપી લઇ ગુનો નોંધાયો છે. પોલીસ વડા જગદીશ પટેલે દારૂની બદી સામે લાલ આંખ કરી પોલીસ કર્મચારીઓને વિશેષ ઝુંબેશ ચલાવવા સુચના આપી હતી. ડીવાયએસપી આર.એસ. શર્મા નાઇટ રાઉન્ડમાં નિકળ્યા હતા ત્યારે તેમણે ગાર્ડ ચેકીંગની કાર્યવાહી કરી હતી. દરમીયાન પોલીસ હેડ ક્વાર્ટરમાં ગાર્ડ ચેક કરતા હેડ કોન્સ્ટેબલ ભુપત તડવી પીધેલી હાલતમાં હોવાનું જણાયુ હતું. ડીવાયએસપી શર્માએ તુરંત બારામાં સીટી પીઆઇ વી.આર. ચૌધરી અને સ્ટાફને જાણ કરી હતી અને હેડ ક્વાર્ટરમાં બોલાવ્યા હતાં. હેડ કોન્સ્ટેબલ ભુપત તડવીને તેમણે સીટી પોલીસના હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...