• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • પૈસાની ઉઘરાણી કરનારથી કંટાળી યુવાને ઝેરી દવા પીધી, સારવારમાં

પૈસાની ઉઘરાણી કરનારથી કંટાળી યુવાને ઝેરી દવા પીધી, સારવારમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયાના અરજણસુખમાં રહેતા યુવાને સુરતના કાપડના બે વેપારી પાસે ધંધા માટે ઉછીના પૈસા લીધા હતા. જે પૈસા બાબતે બન્ને વેપારીએ ઉઘરાણી કરતા યુવાને કંટાળીને કપાસમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બાદ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, વડીયા તાલુકાના અરજણસુખ ગામમાં રહેતા મનોજભાઇ રાજીભાઇ વસોયા (ઉ.વ.35) નામના યુવાને સુરત હતો. ત્યારે અરવિંદ અને દર્શન નામના બન્ને કાપડના વેપારી પાસે યુવાને ધંધા માટે ઉછીના પૈસા લીધા હતા. અને વેપારીને થોડા પૈસા દેવાના બાકી હોય જે અંગે અવારનવાર ઉઘરાણી કરતા યુવાન કંટાળી ગયો હતો. જેથી યુવાને ગત તા.10ના રોજ કપાસમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બાદ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અહી તેની સારવાર ચાલી રહી છે. આ બારામાં વડીયા પોલીસ મથકમાં યુવાને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...