• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીનાં જુની બારપટોળીમાં સાહિત્ય ચિંતન શિબિર યોજાઇ

અમરેલીનાં જુની બારપટોળીમાં સાહિત્ય ચિંતન શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | જુની બારપટોળી ખાતે ઉર્જા મૈયાના આશ્રમ ખાતે ટીંબીના ભાગવત કથાકાર એવા વસંતદાદા શાસ્ત્રીની આગેવાનીમાં સાહિત્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાહિત્ય શિબિરમાં સાહિત્ય અંગે આજની યુવા પેઢીને જાગૃત કરવા અને સાહિત્ય તરફ તેઓને વળવા અંગે સમજૂતી આપવામાં આવી હતી. તેમજ સાહિત્ય દ્વારા આજની યુવા પેઢીમાં રહેલી સાહિત્ય અંગેની ઉણપ દૂર કરવા અને સુ-સંસ્કારનું સિંચન કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. જ્યારે આજનો યુવાન વ્યસનમાં ફસાઈ રહ્યો છે તે બદી દૂર કરવા અને નવા ઉગતા કલા સાધકોને પ્લેટફોર્મ પૂરું પાડવાની વાત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે વસંતદાદા શાસ્ત્રી, ભજનિક શૈલેષ મહારાજ, સાહિત્યકાર જે.પી.ડેર, જોરુભાઈ વરૂ,હર્ષાબેન રાઠોડ, જોરુભાઈ ધાખાડા, નાજકુભાઈ કોટીલા,રામભાઈ વરુ વિગેરે સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...