• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • હથિયારબંધીનું પ્રજાસતાકદિન નિમિતે મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હથિયારબંધીનું પ્રજાસતાકદિન નિમિતે મેજીસ્ટ્રેટનું જાહેરનામું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજાસત્તાકદિન નજીક આવી રહ્યો હોય તેમજ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે સુલેહ, શાંતિ અને સલામતી જળવાય રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ.ભટ્ટે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ- 37ની સત્તા અનુસાર જાહેરનામુ બહાર પાડયું છે.

તા.16 જાન્યુઆરીથી તા.૩૦ જાન્યુઆરી સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઈજા પહોંચાડવા ઉપયોગી થઈ શકે તેવી કોઈ પણ ચીજ-વસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહીં. કોઈ આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહીં અને બૂમો પાડવી નહિ તથા સૂત્રોચ્ચાર કરવા નહીં.

ફરજ પર રોકાયેલા પોલીસ તથા હોમગાર્ડ સહિતનો તમામ સરકારી - અર્ધસરકારી કર્મચારી, અધિકારીઓને તેમજ શારીરિક રીતે અશક્ત હોય અને લાકડી લઈને ફરવું જરૂરી હોય તેમને તેમજ લગ્નના વરઘોડા કે સ્મશાનયાત્રાને આ હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર કે ઉલ્લંઘનમાં મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135ની જોગવાઈ મુજબ દંડને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...