પેરા મીલીટરીમાં જોડાવા માટે આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંરક્ષણ સેવા, પેરા મીલીટરી ફોર્સીસ અને પોલીસ ફોર્સ વિગેરેમા જોડાવા માટે જાગૃતિ આવે તે અંગે જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ વર્ગનુ આયોજન કરવામા આવ્યું છે. આ વર્ગમા ભરતી થયા બાદ મલ્ટી સગવડો વિશે જાણકારી માહિતી પણ આપવામા આવશે.

આગામી એપ્રિલ-2018 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે લશ્કરી ભરતી મેળાનુ આયોજન કરવામા આવનાર છે. તા. 26 એપ્રિલથી તા. 5 મે દરમિયાન યોજાનાર ભરતી મેળામા ભાગ લેતા પહેલા યુવાનોને માહિતગાર જાગૃત કરવામા આવશે. ભાગ લેવા ઇચ્છુકે ઓછામા ઓછુ ધો 10 પાસ કરેલ હોવુ જોઇએ. વયમર્યાદા 17.5 થી 20 વર્ષની હોવી જોઇએ. વજન 50 કિગ્રા અને ઉંચાઇ 168 સેમી તેમજ છાતી 77/82 હોવી જોઇએ. જિલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા નિયત કરવામા આવેલ સ્થળે યોજાનાર તાલીમ વર્ગમા જોડાવા ઇચ્છુક ઉમેદવારોને 30 દિવસ સુધી ફરજીયાત રહેવાનુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...