• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ચલાલામાં ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં અનેક સેવાકીય પ્રવૃતિ

ચલાલામાં ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં અનેક સેવાકીય પ્રવૃતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલાલા શહેરના ફુલવાડી વિસ્તારમાં તાજેતરમાં જ ત્રિવેણી સંગમ મંદિર માનવ મંદિર બનાવવામાં આવ્યુ છે. જે મંદિરમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે. અહી મંદિરમાં નાના ભુલકાઓને ફ્રીમાં ટ્યુશન ક્લાસીસ આપવામાં આવી રહ્યુ છે. અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું શિક્ષણ પ્રત્યે પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે બહેનો માટે યોગાના ક્લાસીસ પણ ચાલી રહ્યા છે. તેમજ દર્શનાર્થીઓ માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. મંદિરમાં નિસ્વાર્થ ભાવે શહેરની બહેનો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં અહી રહેતા ભાનુબેન ઠુમ્મર, ગીતાબેન ડોબરીયા, લીલાબેન, કમળાબેન મેસીયા, દુધીબેન, જયાબેન વઘાસીયા, હંસાબેન કાકડીયા વિગેરે બહેનો મંદિરમાં સેવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...