• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • લીલીયા તાલુકામાં સાયન્ટીફિક કાર્યક્રમનું આયોજન થયું

લીલીયા તાલુકામાં સાયન્ટીફિક કાર્યક્રમનું આયોજન થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયા | ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા પુરસ્કૃત ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગિરધરભાઇ સંગ્રહાલય બાલભવન અમરેલી દ્વારા લીલીયા તાલુકામાં હાથીગઢ, કુતાણા, સનાળિયા પ્રાથમિક શાળાઓમાં સાયન્ટિફિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડાયરેક્ટર નિલેશ કે. પાઠક દ્વારા વિવિધ શાખાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમા વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાસા અને વધુ વેગવંતા પ્રદાન કરવા તેના સરકારના ઉદ્દેશ્યને સાકાર કરતા કાર્યક્રમો દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફનો અભિગમ કેળવવા માં આવ્યો હતો. હાથીગઢ પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈ પંડ્યા, દક્ષાબેન રાજ્યગુરુ, અશ્વિનભાઈ સરવૈયા, હીનાબેન સોંધરવા, સેજલબેન મેતલિયા દ્વારા કાર્યક્રમને સફળતા પ્રદાન કરવા અર્થે સહયોગ પ્રદાન થયો હતો. સનાળિયા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રફુલગિરી ગોસ્વામી, પ્રકાશભાઈ ઝાંખણીયા, ધર્મેન્દ્રભાઈ આખજા દ્વારા અનેરો સહયોગ પ્રદાન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...