• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • જાફરાબાદમાં ઇલે.શોક લાગતા 13 વર્ષનાં બાળકનું મોત નિપજ્યંુ

જાફરાબાદમાં ઇલે.શોક લાગતા 13 વર્ષનાં બાળકનું મોત નિપજ્યંુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદના વાપળીયાપરામાં રહેતા 13 વર્ષિય બાળક ગઇકાલે વીજ પોલના વાયરને અડી જતા તેને ઇલે.શોક લાગતા તેનુ મોત નિપજ્યુ હતુ. આ બારામાં જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાફરાબાદના વાપળીયાપરામાં રહેતો જીગર ભરતભાઇ બારૈયા (ઉ.વ.13) નામનો બાળક ગઇકાલે અહી વિસ્તારમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન અહી આવેલા વીજ પોલ પર આવેલા વાયરને અડી જતા તેને વીજ શોક લાગતા તેનું મોત નિપજ્યુ હતુ. બનાવના પગલે બાળકના પરીવારમાં શોકની લાગણી ફરીવળી હતી. આ બારામાં બાળકના પિતા ભરતભાઇ નારણભાઇ બારૈયાએ જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...