• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ તંત્ર દ્વારા

અમરેલી શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ તંત્ર દ્વારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ તંત્ર દ્વારા વીજ ધાંધીયા શરૂ થઇ ગયા હોય દિવસમાં અનેકવાર લાઇટ જતી રહેતી હોય લોકોને મુશ્કેલી પડી રહી છે. જેના કારણે સરકારી ઓફીસમાં તથા સ્કુલ કોલેજોમાં તમામ કામગીરી અટકી પડે છે.

પીજીવીસીએલ દ્વારા અમરેલી શહેરમાં અઠવાડીયામાં એકવાર લાઇટ જવા દેવામાં આવે છે. પરંતુ વરસાદ થતાની સાથે જ એક દિવસમાં અનેકવાર લાઇટ જતી રહે છે. જેના કારણે હજારો લોકોના કામ અટકી પડે છે. ખાસ કરીને સરકારી ઓફીસો, કચેરીઓ અને સ્કુલ-કોલેજોમાં કામગીરી અટકી પડે છે. આજકાલ મોટા ભાગનું કામ ઇન્ટરનેટ પર થતું હોય લાઇટ જતી રહેવાથી ઇન્ટરનેટ કનેક્શન પણ ખોરવાઇ જાય છે જેના કારણે કોઇ કામગીરી થઇ શકતી નથી. હાલ વરસાદનો માહોલ હોય અને રાત્રિનાં સમયે વીજળી ચાલી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તેથી પીજીવીસીએલ દ્વારા યોગ્ય સમયે મેઇન્ટેનન્સ કરવામાં આવે જેથી અવાર નવાર લાઇટના કાપ ન મુકવા પડે તેવી લોકોની માંગ ઉઠી છે. જેના કારણે હજારો લોકોની કામગીરી અટકી ન પડે.

અન્ય સમાચારો પણ છે...