તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • કુંડલાના આંબરડીની સ્ટેટ બેંકનું નવા મકાનમાં સ્થળાંતર કરાયું

કુંડલાના આંબરડીની સ્ટેટ બેંકનું નવા મકાનમાં સ્થળાંતર કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાના આંબરડી ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની બ્રાંચ સન 1975થી એક ટુંકા, જુના અને જર્જરિત મકાનમાં કાર્યરત હતી. જેના કારણે કર્મચારીઓને અને નાગરિકોને સતત ભય રહેતો હતો. તેથી કૃષ્ણગઢ રોડ પર એક વર્ષથી નવા બિલ્ડીંગનું કામ શરૂ હોય આજરોજ અહીં બેંકનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

આંબરડીમાં છેલ્લાં 45 વર્ષથી માત્ર 3 ઓરડાના મકાનમાં સ્ટેટ બેંકની બ્રાંચ કાર્યરત હતી. અહીં આ બિલ્ડીંગ સાવ જર્જરિત થઇ ચુક્યું હોય સૌને સતત ભય રહેતો હતો. તેથી આ બેંકનું સ્થળાંતર કરવા માટે બેંક દ્વારા કૃષ્ણગઢ રોડ પર 1 વર્ષથી નવા આધુનિક બિલ્ડીંગનું કાર્ય શરૂ હતું. 20 હજાર ખાતાઓ ધરાવતી અને વાર્ષિક 30 કરોડનું ટર્નઓવર કરતી આંબરડી સ્ટેટ બેંક બ્રાંચનું આજરોજ અમરેલીનાં એજીએમ મનોજકુમારના હસ્તે નવા બિલ્ડીંગમાં બેંકને કાર્યરત કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી એસબીઆઇનાં અધિકારીઓ આંબરડી બ્રાંચ મેનેજર દિવીજ કટારીયા, અમિતપાલ સિંગ, મહેતાભાઇ સહીત સ્ટાફ તેમજ આંબરડીના રહીશ અને સાવરકુંડલા તાલુકા સંઘના ચેરમેન દિપકભાઇ માલાણી, અગ્રણી પરબતબાપા, સરપંચ બાબુભાઇ માલાણી, ઉપસરપંચ બાવભાઇ સહીત આંબરડી અને આસપાસનાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...