તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • હત્યા કેસમાં જામીન પર છુટી નાસતો ફરતો લીલીયાનો પટેલ શખ્સ સુરતમાંથી ઝડપાયો

હત્યા કેસમાં જામીન પર છુટી નાસતો ફરતો લીલીયાનો પટેલ શખ્સ સુરતમાંથી ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ વર્ષ પહેલા લીલીયામાથી રૂપિયા 35 લાખની રકમ પડાવવા માટે કિશોરનુ અપહરણ કરી ગઢડા નજીક તેની હત્યા કરી નાખવાના કેસમા જેલમા રહેલો આરોપી વચગાળાના જામીન પર છુટયા બાદ છેલ્લા બે વર્ષથી ફરાર હોય અમરેલી પોલીસે આજે તેની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો. રૂપિયા 35 લાખની રકમ પડાવવાના ઇરાદે કિશોરનુ અપહરણ કરી હત્યા કરવાના કેસમા જામીન પર છુટી નાસતો ફરતો લીલીયાનો વિજય શામજીભાઇ ધામત નામનો શખ્સ આજે ઝડપાઇ ગયો હતો. ગત તારીખ 1/10/13ના રોજ લીલીયાના શિક્ષક ગીરીશભાઇ મણીશંકર ત્રિવેદીના 17 વર્ષના પુત્ર ઋષિકેશનુ અપહરણ થયુ હતુ અને તેને છોડાવવા માટે તેના પિતા પાસે રૂા. 35 લાખની રકમ મંગાઇ હતી. જો કે ગઢડાના રોહિશાળા નજીક તેની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. પોલીસની તપાસમા ખુલ્યુ હતુ કે રવિ ઘનશ્યામ ભટ્ટ, વિજય શામજી ધામત, જગદીશ શામજી અને કિશન સુરેશ દવેએ આ હત્યા કરી હતી. રવિ ભટ્ટ નાણાકીય ભીડમા રહેતો હોય પોતાના પરિચિત ઋષિકેશનુ એપોલો કારમા અપહરણ કર્યુ હતુ. અને પકડાઇ જવાની બીક લાગતા રોહિશાળા નજીક તળાવ પાસે બાવળની કાટમા લઇ જઇ છરીના ઘા ઝીંકી તેની હત્યા કરાઇ હતી. ચારેય આરોપીઓને જેલમા ધકેલી દેવાયા હતા. પરંતુ 2016મા વિજય ધામતને હાઇકોર્ટમાથી વચગાળાના 15 દિવસના જામીન મળ્યાં હતા. જે પુર્ણ થયા બાદ સજા પડવાની બીકે તે નાસતો ફરતો હતો. દરમિયાન અમરેલી એલસીબીએ આજે બાતમીના આધારે સુરતના કામરેજ ચાર રસ્તા પાસેથી આ શખ્સને ઝડપી લઇ જેલ હવાલે કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...