તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • તારી પત્ની મને સોંપી દે કહી યુવકને લાકડી વડે માર માર્યો

તારી પત્ની મને સોંપી દે કહી યુવકને લાકડી વડે માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાના સમઢીયાળા ગામે તારી પત્નીને મને સોંપી દે કહી યુવકને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડતા આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. તો રંગપુર ગામે મંદિરના ઓટા પર રમવાની ના પાડી બાળકોને મારમારતા આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. ખાંભા તાબાના સમઢીયાળા ગામે રહેતા રસનબેન અબ્બાસભાઇ ચારોલાએ ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓના પતિ અબ્બાસભાઇ ઘરે હતા તે દરમિયાન અહી જ રહેતો વિજય પોપટ ચારોલા નામનો શખ્સ ઘરે આવ્યો હતો અને અબ્બાસભાઇને કહેલ કે તારી પત્નીને મને સોંપી દે કહી ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધવી છે. આ બારામા પીએસઆઇ ડી.કે.વાઘેલા તપાસ ચલાવી રહ્યાં છે. અન્ય એક ઘટનામા અમરેલી તાબાના રંગપુર ગામે રહેતા હેમીબેન મુકેશભાઇ ડાભીનો પુત્ર નિતીન અને દિકરી અંજલી રામાપીરના મંદિરના ઓટા પર રમતા હોય મહેશ અમરા નામના શખ્સે બંનેને લાકડી વડે મારમારી ઇજા પહો઼ચાડી હતી. આ ઉપરાંત હેમીબેનને પણ લાકડી વડે મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...