• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • આરટીઆઇ કાર્યકર નાથાલાલ સુખડીયાએ આગેવાનો અને ઉદ્યોગપતિ સહિતના લોકોના

આરટીઆઇ કાર્યકર નાથાલાલ સુખડીયાએ આગેવાનો અને ઉદ્યોગપતિ સહિતના લોકોના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરટીઆઇ કાર્યકર નાથાલાલ સુખડીયાએ આગેવાનો અને ઉદ્યોગપતિ સહિતના લોકોના નામે રેશનીંગનો જથ્થો બારોબાર પગ કરી જવાનો કૌભાંડ બહાર લાવ્યા બાદ આઠ દુકાનોના પરવાના સસ્પેન્ડ કરાયા છે પરંતુ હજુ પણ તેમના પરિજનોના નામે ખોટા અંગુઠાથી રેશનીંગનો જ્થ્થો બારોબાર ઉપડી જતો હોય આજે તેણે પુરવઠા અધિકારી અને નાયબ મામલતદાર સહિત જવાબદારો સામે સીટી પોલીસને ફરિયાદ આપી છે.

નાથાલાલ સુખડીયાએ આજે આપેલી લેખિત ફરિયાદમા જણાવ્યું છે કે તેમના પરિવારના લોકોના નામે રીકડીયા ગામના વ્યાજબી ભાવના દુકાનદારે અનાજ સહિતની વ્યાજબી ભાવની વસ્તુનો મોટો જથ્થો સગેવગે કર્યો છે. તેમના કેટલાક કુટુંબીજનો તો ગુજરી ગયા છે. અને અન્ય લોકો કયારેય વ્યાજબી ભાવની દુકાને રાશન લેવા ગયા નથી. આમ છતા તેમના નામે રાશનનો જથ્થો ઉપડી જાય છે. તેમના અંગુઠાના બનાવટી નિશાનોનો ઉપયોગ કરવામા આવ્યો છે કે કેમ તેની પણ તપાસ થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...