• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • મોટી કુંકાવાવ અને કુંડલામાંથી 9 જુગારી પોલીસનાં સકંજામાં

મોટી કુંકાવાવ અને કુંડલામાંથી 9 જુગારી પોલીસનાં સકંજામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા જુગારની બદી ડામવા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે તેમ છતા છાનેખુણે આ પ્રવૃતિ ચાલતી રહે છે. ત્યારે પોલીસે સાવરકુંડલા અને મોટી કુંકાવાવમા જુગાર અંગેનો દરોડો પાડી 9 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે જુગારનો પ્રથમ દરોડો સાવરકુંડલામા પાડયો હતો. અહી જેસર રોડ પર આવેલ મંગલમ સોસાયટી શેરી નં-3મા જાહેરમા જુગાર રમી રહેલા શશીકાંત જોષી, વનરાજ ભગવાનભાઇ કલાડીયા, નિકુંજ મંગાણી, શૈલેષ બેલડીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રોકડ રૂા. 29910, મોબાઇલ નંગ-4 કિમત રૂા. 27 હજાર, એક મોટર સાયકલ કિમત રૂા. 45 હજાર મળી કુલ રૂપિયા એક લાખનો મુદામાલ કબજે લીધો હતો.

આ ઉપરાંત પોલીસે વડીયા તાબાના મોટી કુંકાવાવ ગામે જાહેરમા જુગાર રમી રહેલા સુભાષ પડસાળા, ધીરૂ ડોડીયા, વિવેક પદમાણી, ગોપાલ સરધારા અને મુકેશ દેવાણી નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રૂા. 19680ની મતા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...