• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી જિલ્લા પંચાયત ઓફિસ જ્યાં બેસે છે ત્યાં જ પાણી ભરાયા

અમરેલી જિલ્લા પંચાયત ઓફિસ જ્યાં બેસે છે ત્યાં જ પાણી ભરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમા જિલ્લા પંચાયતનુ બિલ્ડીંગ નવનિર્માણ થઇ રહ્યું હોય હાલ અમરેલી સિવીલ હોસ્પિટલ નજીક પ્રમુખના નિવાસ સ્થાનમા કચેરીની તમામ બ્રાંચ બેસે છે. હાલ વરસાદને પગલે અહી જ પાણી ભરાયા છે. ત્યારે પ્રમુખ સહિત કર્મચારીઓને વરસાદી પાણીમાથી પસાર થઇને કચેરીમા જવુ પડી રહ્યું છે.

અમરેલી શહેરમા બે દિવસથી મેઘરાજા મહેર કરી રહ્યાં છે. હાલ શહેરમા ઠેકઠેકાણે પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. જેને પગલે લોકોને હાડમારી વેઠવી પડી રહી છે. જો કે અહી તો જયાં જિલ્લા પંચાયત કચેરી બેસે છે ત્યાં જ પાણીનો ભરાવો થતો હોય અહી પ્રમુખ સહિત કર્મચારીઓ આ પાણીમાથી પસાર થઇને કચેરીમા જાય છે.

શહેરમા જિલ્લા પંચાયતનુ બિલ્ડીંગ નવુ બનાવવામા આવી રહ્યું છે જેને પગલે હાલ કચેરી અહીના સિવીલ હોસ્પિટલ નજીક આવેલ પ્રમુખના નિવાસ સ્થાનમા બેસે છે. જો કે આ વિસ્તારમા વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.

કર્મચારીઓને વરસાદી પાણીમાંથી પસાર થઇને કચેરીમાં જવું પડી રહ્યું છે. તસ્વીર: જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...