ધસમસતા પાણીનું શુટીંગ ઉતારનારો યુવક તણાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી તાલુકાના બાબાપુર ગામ નજીક બેઠા પુલ પર ગઇકાલે સાંજે એક અજાણ્યો યુવાન પોતાની બોલેરો ઉભી રાખી પુરનુ વિડીયો શુટીંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવતા આ યુવાન બોલેરો સાથે તણાઇ ગયો હતો. ચોવીસ કલાક બાદ પણ તંત્ર તેની ભાળ મેળવવામા નિષ્ફળ રહ્યું છે. આ ઘટના ગઇકાલે સાંજે અમરેલી તાબાના બાબાપુર ગામ નજીક બની હતી. આ યુવાન કોણ છે ? કયાંનો છે ? અહી શું કામ આવ્યો હતો ? તે અંગેની પણ કોઇ જાણકારી તંત્રને મળી ન હતી. બેઠા પુલ પર પોતાની બોલેરો ઉભી રાખી આ યુવાન પુરનુ વિડીયો શુટીંગ કરી રહ્યો હતો. તે સમયે અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા બોલેરો સાથે પુલ પર જ ફસાઇ ગયો હતો.

આ યુવાન પોતાનો જીવ બચાવવા બોલેરો પર ચડી ગયો હતો. પરંતુ પાણીનો પ્રવાહ સતત વધતો જતો હતો. આખરે કોઇએ જાણ કરતા એનડીઆરએફની ટીમ પણ દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...