તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં જળસંચય કરવા તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવામાં આવશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો, ચેકડેમોને ઉંડા ઉતારવા જન ભાગીદારી થકી અભિયાન હાથ ધરવામા આવ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામા પણ તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવા સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ અને જાગૃત નાગરિકોને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અનુરોધ કરાયો છે.

જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાએ જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. ખેતી અને ગામડાઓને ભાંગતા બચાવવા પાણી ખુબ જ જરૂરી છે. આજે જમીનના પેટાળમા 1000થી 1500 ફુટે પણ પાણી રહ્યું નથી. ધરતી રસહીન બની છે. ત્યારે ખેડૂતો, સામાજીક આગેવાનો જાગૃત બને તો જ જળ સમસ્યા રીચાર્જ થકી આ પ્રશ્ન ઉકેલી શકાય તેમ છે.

તેમણે વધુમા જણાવ્યું હતુ કે વતનથી બહાર વસતા દાતાઓ પણ વતનની વહારે આવે, આ ઉપરાંત નાના ચેકડેમો જો તુટેલા હશે તેને પણ રીપેરીંગ કરવામા આવશે તો આગામી ચોમાસા પહેલા જળ સંચય પ્રવૃતિ વેગવંતી બનાવવા જિલ્લાના યુવાનો, સામાજીક આગેવાનો, દાતાઓ સ્વયંમ જાગૃત બને તેવી અપીલ જિલ્લા પ્રમુખ દ્વારા કરવામા આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હોઇ જો તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવામાં આવે તો વધુ જળસંચય થાય અને જમીનનાં તળમાં પણ સારૂ એવું પાણી જળવાઇ રહે તો ઉનાળામાં મહદ અંશે રાહત થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો