સા.કુંડલા કબીર ટેકરી આશ્રમે માનવ કલ્યાણનો સેવાયજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામ ૧૯૬૪ની સાલમાં તપસ્વી રામપ્રતાપ સાહેબ ગુરુ ૧૦૮ મહત બિહારી સાહેબના હસ્તે \\\"કબીર ટેકરી\\\"નું બીજ રોપાયું અને શરૂ થયો સત્કર્મનો મહાયજ્ઞ. સાધુતા, ત્યાગ, તપ, પરોપકાર વૃદ્ધિ દ્રઢ ધર્મભાવ અને કલ્યાણની એક અલખ જ્યોત પ્રગટી. આમ સંસ્થાના સ્થાપક રામપ્રતાપ સાહેબ અને બિહારી સાહેબે લોક કલ્યાણ અને ભક્તોનાં આત્મકલ્યાણના પાવન ભાવથી આ પરમ ધામને એક અનન્ય સેવાધામ બનાવી અને અવિરત માનવ કલ્યાણનો સેવા યજ્ઞ શરૂ કર્યો. અહી અનેકવિધ સેવાકીય કાર્યો થઇ રહ્યાં છે.

કંઈક નવું કરવાની ખેવના અને માનવ કલ્યાણ અર્થે ઉપયોગી થવાની ભાવના સાથે હાલનાં અધ્યક્ષ મહત નારાયણદાસ સાહેબ ગુરુ ૧૦૮ બિહારી સાહેબ કબીર પરંપરાને આગળ વધારવા માટે એક નવો જ માનવીય અભિગમ અપનાવ્યો. અને શરૂ થયું એક સેવાનું એક અનોખું પ્રકલ્પ માનવથી માનવ કાજે એક અનન્ય સંવેદના. ખૂબ જ વિચક્ષણ, કુશાગ્ર મનનાં અને માનવીય સંવેદનાથી સુપેરે પરિચિત નારાયણ સાહેબની તીક્ષ્ણ દ્રષ્ટિએ આ સમાજમાં પ્રવર્તતી વિષમતાને જાણી લીધી. અને મહામંથનને અંતે આજની સમાજ વ્યવસ્થાને થોડી હૂંફ મળે અને લોકોમાં સૌહાર્દ અને સદ્દભાવ જળવાઈ એ ઉદેશ્યથી અશક્ત, નિરાધાર, અપંગ, અનાથ અને વૃધ્ધજનો કે જે સ્યંમભોજન બનાવવાની ક્ષમતા ન ધરાવતા હોય તેવાં લોકો માટે ટીફીન સેવા એટલે કે અન્ન દાનનો યજ્ઞ શરૂ કરવાનો નિર્ણય કર્યો. અને શરૂ થયો વાત્સલ્યમયી ઓલ ટાઈમ \\\"વેલેન્ટાઈન\\\" એટલે કે ભૂખ્યાજનોનાં જઠરાગ્નિ ઠારવાવાનો મહાયજ્ઞ અર્થાત્ \\\"ટીફીન સેવા\\\"નો
પ્રારંભ થયો.

આ કાર્યથી પ્રભાવિત લુહાર સમાજે મહાત્મા મૂળદાસ મારુતિ વાન અર્પણ કર્યું અને હાલ આ વાનમાં નિયમિત રીતે બે ટંકનું ભોજન જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવી રહ્યું છે. હમણાં જ આ ટીફીન સેવાને અગિયાર વર્ષ પૂર્ણ થવામાં છે. લગભગ રોજના ૯૦થી ૧૦૦ ઘરોમાં આ ટીફીન પહોંચે છે. આ સિવાય પક્ષીઓને ચણ, ગૌશાળા અને ગાયોની સેવા અહીં નાનીમોટી વીસેક ગાયો છે. આ ગાયના દુધ, દહીં, છાશ પણ ગરીબ અને જરૂરિયાતમંદોને આપવામાં આવી રહી છે.અને આ ગાયના દૂધ અને ઘી પણ અહીં સરકારી કે. કે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી પ્રસુતાને ગાયના ઘીનો શીરો અને સુખડી અને એક સાડી પણ આપવામાં આવે છે. અને વૃક્ષો પ્રત્યેનો અનેરો સનેહ બાંધી વૃક્ષારોપણની પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન આપવામાં
આવે છે. } સૌરાભ દોશી

પરોપકાર વૃદ્ધિ દ્રઢ ધર્મભાવ અને કલ્યાણની એક અલખ જ્યોત પ્રગટી

વિધવા બહેનોને કીટની સહાય |આ સિવાય અનાજ સહાય, વિધવા બહેનોને જરૂરિયાત મુજબની ચીજવસ્તુનુ વિતરણ, ગરીબ સ્ત્રીઓને સાડી વિતરણ, દશેરા, દિવાળી જેવાં શુભ પર્વે ખુદ નારાયણદાસ સાહેબ તથા સેવકગણ મીઠાઈ અને વસ્ત્રદાન કરતાં જોવા મળે છે.જરૂરિયાતમંદ બાળકોને વિના મૂલ્યે ટયુશન ક્લાસીઝ અહીં આશ્રમ ખાતે હિતેશભાઈ નિમ્બાર્કનાં માર્ગદર્શન હેઠળ સ્મિતાબેન, પ્રિતીબેન તથા જશુબેન વિના મૂલ્યે સેવા આપી રહ્યા છે.ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી ટયુશન ફી પુસ્તકો યુનિફોર્મ જેવી આવશ્યક વસ્તુઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં પણ આ સંસ્થા અગ્રેસર છે.
અન્ય સમાચારો પણ છે...