તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘઉં કાઢતી વખતે થ્રેશરમાં ચુંદડી ફસાતા કિશોરીનું મોત નિપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા તાબાના જુના સાવરની કિશોરી લોકી ગામે થ્રેસરમા ઘઉં કાઢવાનુ કામ કરી રહી હતી તે સમયે ચુંદડી થ્રેસરમા ફસાઇ જતા ગંભીર ઇજા થવાથી તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

ખેતમજુરીનુ કામ કરતી વખતે કિશોરીના મોતની આ ઘટના લીલીયા તાલુકાના લોકી ગામે બની હતી. સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામની જયા તેજાભાઇ ધોળકીયા (ઉ.વ.17) નામની કિશોરી લોકી ગામની સીમમા ઘઉં કાઢવાના થ્રેસરમા મજુરી કામ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. કામ કરતી વખતે અકસ્માતે તેની ચુંદડીનો છેડો થ્રેસરમા ફસાઇ ગયો હતો જેના કારણે આ કિશોરી પણ થ્રેસરમા ફસાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. પરંતુ તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે કિશોરીના પિતા તેજાભાઇ લાખાભાઇ ધોળકીયાએ લીલીયા પોલીસને જાણ કરી હતી.

હેડ કોન્સ્ટેબલ એસ.સી.ગોહિલ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...